કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ શરુ, મળશે રૂપિયા 12 હજારની સહાય, અહીંથી ફોર્મ ભરો
ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં માનવ કલ્યાણ યોજના , પંડિત દિનદયાળ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન . કુવરબાઈ મામેરૂ યોજના વગેરે, જેવી વિવિધ યોજનાઓ e samaj kalyan વેબસાઇટ દ્વારા ચલાવવામાં આવે છે.
કુંવરબાઈનું મામેરું યોજના
યોજનાનો હેતુ
- કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અને આર્થિક રીતે પછાત તેમજ અનુસૂચિત જાતિ વર્ગની કન્યાઓને લગ્ન ખર્ચમાં મદદરૂપ થવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત તેમજ અનુસૂચિત જાતિ વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ ગઢડા(સ્વા) અથવા સત્તાવાર વેબસાઈટે ની મુલાકાત લો..
- અથવા
- સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જાઓ
મહત્વની લિંક:
ઓનલાઈન અરજી કરવા માટે : અહી ક્લિક કરો
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ : PDF ડાઉનલોડ કરો
રજુ કરવાના ડોક્યુમેંટ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અને આર્થિક રીતે પછાત વર્ગ માટે:
- કન્યાનો ફોટો
- કન્યાનું આધારકાર્ડ
- કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
- રેશન કાર્ડ
- કન્યાના પિતાનું આધારકાર્ડ
- યુવકનું આધારકાર્ડ
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
અનુસૂચિત જાતિ વર્ગ માટે:
- કન્યાનો ફોટો
- કન્યાનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- રેશન કાર્ડ
- કન્યાના પિતાનું આધારકાર્ડ
- યુવકનું આધારકાર્ડ
- લગ્ન થતા નો ફોટો
- સ્વ-ઘોષણા (Self-Declaration)
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

